રાજકોટ TRP ગેમ ઝોનના મૃતકો શ્રધ્ધાજલિ આપવમાં આવી - Rajkot Game Zone Fire Accident - RAJKOT GAME ZONE FIRE ACCIDENT
Published : Jun 25, 2024, 10:36 PM IST
રાજકોટઃ TRP ગેમ ઝોન અગ્નિકાંડ સર્જાયાની ઘટનાને મંગળવારે એક મહિનો પૂર્ણ થયો છે. આજે કોંગ્રેસ તેમજ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા વ્યક્તિઓના પરિવારજનો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ટીઆરપી ગેમની જગ્યા ખાતે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા કેન્ડલ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડમાં ભડથું થઈ ચૂકેલી આશા કાથડનો પરિવાર પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત હાજર હતો. મૃતક આશાની બહેન સંતોષ કાથડ ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેમજ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક માસ થયો છે તેમ છતાં પરિવારજનોનું દુઃખ દૂર નથી થઇ રહ્યું. અમારા પરિવાર સાથે જે ઘટના બની તે અન્ય સાથે ન બને તેના માટે સરકાર નક્કર પગલાં લે. અમારી એક જ માંગ છે જે પણ જવાબદાર હોઈ તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે. રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગનો એક મહિનો પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ બંધ સફળ રહ્યો હતો.