ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઇન્ડેન ગેસના ટેન્કરમાંથી ઝડપાઈ 10 હજાર વિદેશી દારૂની બોટલો, રાજકોટ પોલીસની સક્રિયતા મળી સફળતા - Rajkot Crime - RAJKOT CRIME

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2024, 9:25 AM IST

રાજકોટ : દારૂની હેરાફેરી માટે બુટલેગરો જુદા જુદા કિમીયા અપનાવે છે, ત્યારે પોલીસ આ પ્રયાસોને નાકામ બનાવે છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટ-અમદાવાદ હાઇવે પર આવેલા હીરાસર એરપોર્ટ નજીકથી ઇન્ડેન ગેસના ટેન્કરમાંથી 10,000 થી વધુ ઇંગ્લિશ દારૂની બોટલો ઝડપી પાડી છે. સાથે જ ટેન્કર ચાલક રાજસ્થાન બાડમેર જિલ્લાના વતની મહેન્દ્રકુમાર સારંગની ધરપકડ કરી ટેન્કર સહિત 82 લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તેમજ દારૂનો જથ્થો મોકલનાર તેમજ તપાસમાં ખુલે તે તમામ વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશનની કલમ તેમજ BNSની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગેસના ટેન્કરનું ઢાંકણું ગેસ કટરથી તોડવામાં આવ્યું હતું. ગેસ્ટ ટેન્કર હોવાના કારણે ચકાસણી સમય ફાયર બ્રિગેડના જવાનોને પણ હાજર રાખવામાં આવ્યા હતા. 

ABOUT THE AUTHOR

...view details