ગુજરાત

gujarat

ETV Bharat / videos

નવસારી જિલ્લામાં વરસાદ આફતરૂપ સાબિત થયો, અનિચ્છનીય ઘટના માટે તંત્ર એલર્ટ - Terrible condition rains in Navsari - TERRIBLE CONDITION RAINS IN NAVSARI

By ETV Bharat Gujarati Team

Published : Jul 24, 2024, 7:16 PM IST

નવસારી: જિલ્લામાં છેલ્લા 48 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આ પ્રકારનો ભારે વરસાદ નવસારી જિલ્લા માટે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે. જેમાં ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે નવસારી જિલ્લાની લોકમાતાઓમાં ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઇને બીલીમોરા નજીકથી પસાર થતી કાવેરી નદીમાં જળ સ્તર વધવાના કારણે નદીના પાણી શહેરમાં પ્રવેશવાના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. બીલીમોરા શહેરના દેસરા વિસ્તારમાંથી 30 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ તમામને નજીકની પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે. અવિરત વરસી રહેલા વરસાદ પર વહીવટી તંત્ર ચાપતી નજર રાખી બેઠું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર એલર્ટ બન્યું છે. 

ABOUT THE AUTHOR

...view details