ગુજરાત

gujarat

બનાસકાંઠામાં મેઘરાજાના શ્રી ગણેશ, વાવના ડેડાવા ગામે વીજળી પડી - Banaskantha district Rainfall

By ETV Bharat Gujarati Team

Published : Jun 25, 2024, 10:26 PM IST

બનાસકાંઠામાં મેઘરાજાના શ્રી ગણેશ (ETV Bharat Reporter)

બનાસકાંઠા : ગુજરાતભરમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. બનાસકાંઠામાં મેઘરાજાના શ્રી ગણેશ થયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ધાનેરા, ડીસા, દાંતીવાડા, દિયોદર, લાખણી અને કાંકરેજ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે બફારા અને ગરમી બાદ વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી છે. સાથે જ વાવણીલાયક વરસાદ વરસે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે. ધાનેરા તાલુકાના બાપલા, વાછોલ બોર્ડર અને કુડી સહિત ગ્રામ્ય વિસ્તાર, દિયોદરના ગ્રામ્ય વિસ્તાર, લાખણીના ગેળા, ધાણા, ધ્રોબા, જડીયાલી સહિતના ગ્રામ્ય વિસ્તાર તથા દિયોદર તાલુકાના કોટડા, ઓઢા અને ધનકવાડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો. વાવ તાલુકાના વાતાવરણમાં પણ પલટો આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સાથે જ વાવ તાલુકાના ડેડાવા ગામના ખેડૂત જેપુ મહેશભાઈના ખેતરમાં પશુઓ માટે રાખેલ 1000થી વધારે જુવારના પુળા પર વીજળી પડી હતી. આ પૂળા બળીને ખાક થયા હતા, જેમાં ખેડૂતને અંદાજે 40 હજાર ઉપરાંતનું નુકસાન થયું છે.

ABOUT THE AUTHOR

...view details