ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરના યુવાને Paytmને પાઠવી લીગલ નોટિસ, ટ્રાવેલિંગ એલાઉન્સ ચૂકવવામાં કંપનીએ કર્યા ઠાગાઠૈયા - Legal Notice to Paytm - LEGAL NOTICE TO PAYTM

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 7:15 PM IST

પોરબંદરઃ  ઓનલાઈન પેમેન્ટની બ્રાન્ડેડ કંપની Paytmએ તેના ફિલ્ડ વર્ક કર્મચારીને ટ્રાવેલિંગ એલાઉન્સ ચૂકવવામાં ઠાગાઠૈયા કર્યા છે. પેમેન્ટ ન ચૂકવવામાં આવતા પોરબંદરના યુવકે હકના નાણાં મેળવવા માટે આખરે કંપનીને લીગલ નોટિસ પાઠવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા નિહાર મોનાણીએ ઓનલાઈન ક્ષેત્રની અગ્રણી કંપની Paytmમાં નોકરી માટે અરજી કરી હતી. કંપનીએ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેટર ઈસ્યુ કરીને કરીને આ યુવકની ભરતી કરી હતી. જેમાં આ યુવકને અલગ અલગ હાઈવે પર આવતા તમામ ટોલ બુથ પર ફાસ્ટેગનું વેચાણ કરી શકે તેવા લોકોની ભરતી માટે નિહાર મોનાણીની નિમણૂક કરાઈ હતી. જેમાં ટ્રાવેલીંગ એલાઉન્સ ની બાંહેધરી આપવામાં આવી હતી. નિહાર મોનાણીએ 2023 વર્ષમાં ચારેક મહિના જોબ કરી હતી. જેમાં મીટિંગો પણ કરી હતી જે માટે તેમણે 50000નો ખર્ચ પણ કર્યો હતો. જેની માંગણી કરતા કંપનીને કરતા તે રકમ ચુકવવાની સ્પષ્ટ ના પાડી હતી. કંપનીના આવા ગેરકાયદેસર અને અણઘડ વહીવટ બાબતે નિહાર મોનાણી એ વકીલ વિજય કુમાર પંડયા મારફતે Paytmને લીગલ નોટિસ ફટકારી પોતાના હક્કના પૈસા લેવાના નીકળતા હોય તે મેળવવા માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details