સુરતમાં કચરો વીણવાનું નાટક કરીને લોકોના ઘરોમાં ચોરી કરતાં બે ચોરોની પોલીસે કરી ધરપકડ - two thieves were arrested - TWO THIEVES WERE ARRESTED
Published : Jun 28, 2024, 3:08 PM IST
સુરત: ઉમરા પોલીસ મથકની હદમાં હેન્ડલુમના શો રૂમમાં ચોરી થઇ હતી. આ ઉપરાંત અઠવા પોલીસ મથકની હદમાં ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો હતો. જે મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન ઉમરા પોલીસની ટીમે આરોપી સદામ ઉર્ફે સદામ બોબડે રશીદ શેખ અને ઇફતખાર ઉર્ફે ઇકબાલ લંબુ મોહમદ હારુનને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 3850 કબજે કરી ઉમરા અને અઠવા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. બન્ને આરોપીઓ કચરો લેવા જતા હોય તેવો થેલો રાખી ઢોંગ કરી ચોરી કરતા હતાં. થેલાની અંદર શટર ખોલવા માટેના સાધનો રાખતા હતાં. જે જગ્યા પર રેકી કરવાની હોય ત્યાં કચરો એકઠો કરી રાખતા હતાં. કોઈ અવર જવર ન હોય તેવી જગ્યાએ શટર ખોલી અંદર ઘુસી જતા હતાં પોલીસે બાતમીના આધારે સદામ રશીદ શેખ અને ઇફતારખાન મોહંમદ હારુનને ઝડપી પાડયા હતાં.