ટૂંકા વિરામ બાદ પોરબંદરમાં મેઘરાજની ફરી એન્ટ્રી, મિયાણી ગામે એક વ્યક્તિ પર વીજળી પડી - Porbandar Weather Update - PORBANDAR WEATHER UPDATE
Published : Jul 17, 2024, 10:42 AM IST
પોરબંદર : ટૂંકા વિરામ બાદ પોરબંદર જિલ્લામાં મેઘરાજાએ ફરી એન્ટ્રી લીધી છે. સરકારી આંકડા મુજબ પોરબંદરમાં અઢી ઇંચ, રાણાવાવમાં બે ઇંચ તથા કુતિયાણામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. વરસાદ પડતાની સાથે જ ગરમીથી અકળાયેલા લોકો સહિત બરડા અને માધવપુર ઘેડ પંથકના ખેડૂતોમાં પણ ખુશી છવાઈ હતી.
યુવક પર વીજળી પડી : પોરબંદર તાલુકાના મિયાણી ગામના ખોડાભાઈ જમોડ નામના યુવક પર વીજળી પડી હતી. તાત્કાલિક યુવકને 108 મારફતે પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
વરસાદ વચ્ચે વીજળી ગુલ : સામાન્ય વરસાદ આવતા સાથે જ અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ગૂલ થઈ હતી. પોરબંદર PGVCL મુખ્ય ફીડર પર ફોન કરતા કોઈ ફોન ઉપાડતા ન હતા. રાજકોટ ખાતે પણ ગ્રાહકોએ ફોન કર્યો, છતાં કોઈ જવાબ ન મળ્યો હતો.