પાટણ જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરીને 137 બોટલ રક્ત એકત્ર કરાયું. - blood donation camp - BLOOD DONATION CAMP
Published : Jun 14, 2024, 6:06 PM IST
પાટણ: આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિતે રક્તદાનના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે પાટણ જિલ્લા પોલીસ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા પોલીસ રક્તદાન કેમ્પમાં SP ,DYSP ,PI સહિત ૧૫૦થી વધુ પોલિસ કર્મચારીઓ અને અધિકારીઓએ પણ રક્તદાન કરી વિશ્વ રક્તદાન દિવસની ઉજવણી કરી હતી. રક્તદાન શિબિર કેમ્પ માટે ખાસ ઘારપુર મેડિકલ કોલેજ અને HNGU મેડિકલ સ્ટુડન્ટ એસોશિએશને પણ સહયોગ આપ્યો હતો. રક્તદાન કેમ્પનું આયોજન પોલીસ હેડક્વાટર ખાતે કરવામાં આવ્યું હતુ. આ કેમ્પમાં પોલીસ અધિક્ષક ડૉ.રવિન્દ્ર પટેલ, ,DYSP તેમજ અધિકારીઓ-કર્મચારીઓ, જીઆરડીના સભ્યો, હોમગાર્ડના સભ્યો અને નાગરિકોએ 137 બોટલનું રક્તદાન કરી ધારપુર બ્લડ બેન્કને આ રક્ત સુરક્ષા માટે જમા કરાવ્યું હતુ.