માંડવી તાલુકા પંચાયતના ભાજપના ક્ષત્રિય સભ્યે સમાજ હિતાર્થે પક્ષમાંથી રાજીનામું આપ્યું, રુપાલા વિવાદને લીધે પગલું ભર્યુ - Parshottam Rupala Controversy
Published : Apr 27, 2024, 5:30 PM IST
કચ્છઃ ભાજપના નેતા પરષોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદના છાંટા માંડવી તાલુકા પંચાયતમાં ઉડ્યા છે. માંડવી તાલુકા પંચાયતના ભાજપ સભ્ય ભુપેન્દ્રસિંહ જાડેજાએ આ વિવાદમાં સમાજનો સાથ આપીને રાજીનામુ આપ્યું છે. માંડવી તાલુકા પંચાયતના ગુંદિયાળી બેઠકના ભાજપના સદસ્ય ભુપેન્દ્રસિંહ બચુભા જાડેજાએ રાજીનામુ આપીને જણાવ્યું હતું કે, સમાજના હિત માટે રાજીનામુ આપ્યું છે. ભાજપના ભુપેન્દ્રસિંહ બચુભા જાડેજાએ રાજીનામું આપતા ખળભળાટ મચી ગયો છે. રાજીનામું આપતા જાડેજાએ સમાજ હિત માટે પોતાનું રાજીનામું આપી દીધું છે તેમ જણાવ્યું હતું. ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન વ્યાપક બની રહ્યું છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજની અસ્મિતા પર કરેલ બફાટના પગલે સમગ્ર રાજપૂત સમાજમાં વિરોધ છે અને હું પણ તેના વિરોધમાં સમાજ સાથે રહીને સમાજના હિતમાં ભારતીય જનતા પાર્ટીના સભ્ય પદમાંથી રાજીનામું આપું છું.