NEET PGની પરીક્ષા મામલે શું કહ્યું ઋષિકેશ પટેલે ? - NEET UG 2024 - NEET UG 2024
Published : Jun 24, 2024, 7:30 AM IST
મહેસાણા: મહેસાણાના વિસનગરમાં સરકારી આરોગ્ય લક્ષી કાર્યક્રમમાં પહોંચેલા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું. જ્યાં તેમણે NEET PGની પરીક્ષા મુદ્દે વાત કરતાં કહ્યું હતું કે, "NTA દ્વારા આ બાબતે સંપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. સમગ્ર બાબત સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં છે. ઉપરાંત યુજીની પરીક્ષા મુદ્દે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પરીક્ષા લેવાનો નિર્ણય યથાવત છે." તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર દેશમાં NEET પરીક્ષાને લઈને ઘણા સવાલો સામે આવી રહ્યા છે. પરંતુ સામેના પક્ષમાં જે વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરી છે. તેમનું શું? જેમણે ક્યાંય ગેરરીતિ નથી કરી તો એમને સજા કેમ? શા માટે Re NEET તેમને આપવાની? આ મુદ્દે ઘણા સવાલો છે અને અન્યાય સામે ન્યાય મળે તેવી સૌ આશા રાખી રહ્યા છે.