નેશનલ હાઈવે નં 48 પર ચીખલી નજીક સર્જાયો ગંભીર અકસ્માત, 14 જણા ઘાયલ - Navsari News - NAVSARI NEWS
Published : May 18, 2024, 8:52 PM IST
નવસારીઃ નેશનલ હાઇવે નંબર 48 પર ચીખલી પાસે અકસ્માત સર્જાયો. કંપનીના કર્મચારીઓને લઈ જતી ખાનગી બસ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 14 લોકોને ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. નેશનલ હાઇવે નંબર 48 ઉપર ચીખલીના બલવાડા ગામ પાસે વાપી જીઆઇડીસી માં થર્ડ ફેઝ માં આવેલ બાયર ક્રોપ સાયન્સ કંપનીની બસ પોતાના કર્મચારીઓને લઈને સવારના 07:45 વાગ્યાની આસપાસ વાપી તરફ જઈ રહી હતી તે દરમિયાન ચીખલી ના બલવાડા ગામ પાસે સાઈ ક્રિષ્ના હોટલ નજીક ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં વલસાડ તરફથી આવતો અને સુરત તરફ જતો ટેમ્પો સામે એની સાઈડથી ડિવાઈડર કૂદી વાપી તરફ આવતી બાયર કંપની ના કર્મચારીઓ ભરેલી બસ જીજે 15 એવી 786 નંબરની પ્રાઇવેટ બસ સાથે ધડાકા ભૈર અથડાયો હતો જેમાં બસના ચાલક અને કર્મચારીઓ ને ગંભીર ઇજાઓ પહોંચતા 14 જેટલા લોકોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પરથી કાબુ ગુમાવી અકસ્માત સર્જનાર ટેમ્પોચાલક પણ આ અકસ્માતમાં ઘાયલ થયો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા 14 લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં બેથી ત્રણ લોકોને માથામાં ગંભીર ઈજા પહોંચી છે પરંતુ કોઈ જાનહાની સામે આવી નથી હાઇવે પર થયેલા અકસ્માત ને પગલે ચીખલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હાઇવે પર થયેલા ટ્રાફિકને હળવો કર્યો હતો તેમ જ અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.