અમદાવાદના GMDC ગ્રાઉન્ડથી LIVE, વાઇબ્રન્ટ નવરાત્રીનો શુભારંભ કરતા ગૃહમંત્રી અમિત શાહ - Navratri 2024 - NAVRATRI 2024
Published : Oct 3, 2024, 8:56 PM IST
|Updated : Oct 3, 2024, 10:59 PM IST
અમદાવાદ: ગુજરાતને જેને ગ્લોબલ ઓળખ અપાવી છે તેવા ગરબાના ઉત્સવને ઘામધૂમથી ઉજવવા માટે દર વર્ષે વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટીવલ ઉજવવામાં આવે છે. આ વર્ષે અમદાવાદના GMDC ખાતે આજથી એટલે કે, 03 ઓક્ટોબરથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024’નું શુભારંભ કરાઈ રહ્યો છે. મુખ્યમંત્રીની સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસન મંત્રી મુળુ બેરા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યાં છે. આ વર્ષે 'વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ-2024'ના ઉદઘાટન સમારોહ દરમિયાન 'જય માં આદ્યાશક્તિ'ની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે. આ ઉપરાંત તા. 4 થી 11 ઓક્ટોબર દરમિયાન રાત્રે 9 વાગ્યાથી 11:45 કલાક સુધી ગુજરાતના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. GMDC ખાતે રાત્રે 11:45 કલાકે મહા આરતી યોજાશે. વાયબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલમાં થીમ પેવેલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, બાલ નગરી, વિવિધ થીમ આધારીત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે જેની નાગરિકોને મુલાકાત લેવા પ્રવાસન નિગમની યાદીમાં જણાવાયું છે.
Last Updated : Oct 3, 2024, 10:59 PM IST