રાજકોટ શહેરી વિસ્તારમાં ડીઝલ બસોથી મુક્તિ આપવામાં આવશે: પરસોત્તમ રૂપાલા - MP Purushottam Rupala - MP PURUSHOTTAM RUPALA
Published : Jun 21, 2024, 12:26 PM IST
રાજકોટ: મહાનગરપાલીકાની સિટી બસ સેવામાં હાલ 52 ડીઝલ બસો કાર્યરત છે. જોકે ખખડધજ બનેલી આ બસોમાં અવાર- નવાર ધુમાડા નીકળતા હોવાનું તેમજ અધવચ્ચે બસો બંધ પડી જતી હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ ડીઝલ બસોનાં કારણે પ્રદુષણ પણ ફેલાઈ રહ્યું છે. ત્યારે મનપા તંત્ર દ્વારા નવી CNG બસો મુકવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત સાંસદ પરસોત્તમ રૂપાલાનાં હસ્તે નવી CNG બસોને લીલીઝંડી આપવામાં આવી હતી. ત્યારે હવે તમામ 52 ડીઝલ બસોના સ્થાને નવી CNG બસો દોડતી થતા રંગીલા રાજકોટિયનોને ડીઝલ બસોથી મુક્તિ મળશે. મહત્વપૂર્ણ છે કે, સીએનજી બસનો ઉપયોગના કારણે વધતા વાહનોથી ઉદભવતા વાયુ પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય તેવી અપેક્ષાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.