ગુજરાત

gujarat

ETV Bharat / videos

વ્યારા ના કાનપુરા વિસ્તારના SBIના ATM સેન્ટર પર તસ્કરો તટક્યા, લાખોની મત્તા પર હાથફેરો કરી ગયા - TAPI VYARA SBI ATM STEALING

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 1:36 PM IST

તાપી: વ્યારાના કાનપુરા વિસ્તારમાં આવેલ એસબીઆઈના એટીએમ સેન્ટર પર ગત મોડી રાત્રી દરમ્યાન તસ્કરો તાટક્યા હતા. એક ટેમ્પોમાં આવેલ અજાણ્યા તસ્કરોએ ATMના સીસીટીવી પર કોઈ કેમિકલ યુક્ત પદાર્થ નાખીને ગેસ કટર વડે એટીએમ મશીનમાંથી લાખોની મત્તા પર હાથફેરો કરી ગયા હતા. આ એટીએમ પર કોઈપણ સિક્યુરિટી ગાર્ડ ન હોવાનો લાભ તસ્કરોએ ઉઠવ્યો હતો. પોલીસે અન્ય આસપાસના સીસીટીવીના આધારે નાકાબંધી કરીને તપાસ શરૂ કરી છે, પરંતુ આ વચ્ચે વ્યારા શહેરના ભરચક વિસ્તારમાં આવેલ ATM સેન્ટર પર સિક્યુરિટી ગાર્ડનો અભાવ અને પોલીસની નાઈટ પેટ્રોલિંગ અંગે નગરમાં ચર્ચા એ જોર પકડ્યું છે. જાહેર માર્ગ પર આ રીતની ઘટનાથી તાપી જિલ્લા પોલીસની નબળી કામગીરી બહાર આવી છે..

ABOUT THE AUTHOR

...view details