જામનગરમાં લોકસભા ચૂંટણી મતગણતરીની તૈયારીઓને અપાયો આખરી ઓપ - Loksabha Election 2024 Result - LOKSABHA ELECTION 2024 RESULT
Published : Jun 3, 2024, 4:59 PM IST
જામનગરઃ લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની તમામ બેઠકો પર ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થયું હતું. હવે 4 જૂને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ગુજરાતની જામનગર લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના પૂનમ માડમ અને કોંગ્રેસના જેપી મારવિયા વચ્ચે જંગ જામ્યો હતો. જામનગરમાં પૂનમ માડમ હેટ્રિક કરશે કે રહે છે કે જેપી મારવિયા બાજી પલટાવશે તે હવે 4 જૂને જ ખબર પડશે. જામનગર લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. જામનગરમાં કુલ 57.67 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો દ્વારકામાં 53.39 ટકા, જામ જોધપુરમાં 57.66 ટકા, જામનગર નોર્થમાં 59.36 ટકા, જામનગર રુરલમાં 60.78 ટકા, જામનગર દક્ષિણમાં 59.12 ટકા, કાલાવાડમાં 57.69 ટકા અને ખંભાળિયામાં 56.60 ટકા મતદાન નોંધાયું હતું. 2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર પૂનમ માડમનો કોંગ્રેસના ઉમેદવાર મુરુભાઈ આહીર સામે 2,36,804 મતોથી વિજય થયો હતો. પૂનમ માડમને 58.52 ટકા અને મુરુભાઈ આહીરને 35.09 ટકા વોટ મળ્યા હતા.
લોકસભા ચૂંટણી જામનગર બેઠક પર ચૂંટાયેલા સાંસદ
1952 – જેઠાલાલ જોષી (કોંગ્રેસ)
1957 – મનુભાઈ શાહ (કોંગ્રેસ)
1962 – મનુભાઈ શાહ (કોંગ્રેસ)
1967 – એન દાંડેકર (સ્વતંત્ર પાર્ટી)
1971 – દૌલતસિંહ જાડેજા (કોંગ્રેસ)
1977 – વિનોદભાઈ શેઠ (જનતા પાર્ટી)
1980 – દૌલતસિંહ જાડેજા (કોંગ્રેસ)
1984 – દૌલતસિંહ જાડેજા (કોંગ્રેસ)
1989 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
1991 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
1996 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
1998 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
1999 – ચંદ્રેશ કોરડિયા (ભાજપ)
2004 – વિક્રમ માડમ (કોંગ્રેસ)
2009 – વિક્રમ માડમ (કોંગ્રેસ)
2014 – પૂનમ માડમ (ભાજપ)
2019 – પૂનમ માડમ (ભાજપ)