દૂધ સાગર ડેરી દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ, દૂધના ભાવમાં પ્રતિ લીટર 1 રુપિયો વધુ આપશે - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
Published : May 1, 2024, 6:24 PM IST
મહેસાણાઃ વધુમાં વધુ મતદાન થાય તે માટે સરકાર મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો કરી રહી છે. મહેસાણા દૂધ સાગર ડેરી દ્વારા પણ મતદાન વધુ થાય તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. ડેરી સાથે જોડાયેલા 5 લાખ જેટલા પશુપાલકો માટે પ્રોત્સાહન જાહેરાત કરવામાં આવી છે. જેમાં મતદાનના દિવસે જે પશુપાલક મતદાન કરી પોતાની આંગળી પર મતદાનનું નિશાન બતાવશે તેને દૂધના ભાવમાં પ્રતિ લીટર એક રૂપિયો વધુ આપવામાં આવશે. દૂધ સાગર ડેરી સાથે જોડાયેલા પશુપાલકો માટે વિશેષ જાહેરાત ડેરીના ચેરમેન અશોક ચૌધરી દ્વારા આજે કરવામાં આવી હતી. મતદાતા પશુપાલકને દૂધમાં પ્રતિ લીટર 1 રૂપિયો વધારાનો ચૂકવી પશુપાલક મતદાતાઓને પ્રોત્સાહન અપાશે. દૂધ સાગર ડેરી સાથે 1503 દૂધ મંડળીઓ અને 5 લાખ પશુ પાલકો જોડાયેલા છે. મતદાનના દિવસે આ જાહેરાતને લીધે અંદાજે 30 લાખ રૂપિયા વધુ ચૂકવા પડશે.