જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જે. પી. મારવીયાએ ચૂંટણી પ્રચાર શરુ કર્યો - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
Published : Apr 24, 2024, 7:04 PM IST
દેવભૂમિ દ્વારકાઃ જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર જે.પી. મારવીયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઈન્ડિયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકરો સાથે આજથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. તેમણે ઠાકર શેરડી ખાતે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના આગેવાનો સાથે એક મહત્વની મીટિંગ યોજી હતી. તેમણે લોકસંપર્ક કરી એક જનસભાને પણ સંબોધિત કરી હતી. જેમાં ઈન્ડિયા ગઠબંધનના કાર્યકરો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. આ ચૂંટણી પ્રચાર દરમિયાન મારવિયાએ ભાજપ સરકાર અને તેના અણઘડ શાસન પર આકરા વાકપ્રહાર કર્યા હતા. જે.પી. મારવીયાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી તેમજ તાનાશાહી ખૂબ વધી રહી છે ત્યારે જનતાએ ખુદ જાગૃત થઈ પોતાનું અસ્તિત્વ ટકાવવા આ ભાજપના દૂષણને ડામવા સામે ચઢીને આવવું પડશે. લોકશાહીના આ પર્વમાં મતદાન દ્વારા આ દૂષણને ડામવા ઈન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસને મત આપો. જનતાનો રોષ કોંગ્રેસ તરફી મતમાં ફેરવાશે અને આ બેઠક પર કોંગ્રેસ જીતશે.