લોકસભા ચૂંટણી ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતમાં, દાહોદમાં ભાજપનો ચૂંટણી પ્રચાર Lok Sabha Election 2024 - J P Nadda Election Campaign
Published : May 3, 2024, 12:48 PM IST
|Updated : May 3, 2024, 3:06 PM IST
દાહોદ : લોકસભા ચૂંટણી 2024માં જંગ જીતવાનો પ્રયાસ મુખ્ય રાજકીય પક્ષ તરીકે ભારતીય જનતા પક્ષ દ્વારા થતો ગુજરાતમાં જોઇ શકાય છે. અમિત શાહ, નરેન્દ્ર મોદી અને હવે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા પણ ગુજરાતના મતદારોને ભાજપ સરકારને ફરી ચૂંટી કાઢવાની અપીલ અને રણનીતિ લઇને આવ્યા છે. આજે શુક્રવારે જે.પી નડ્ડા ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ ભાજપ કાર્યકર્તા અને નેતાઓ સાથે બેઠક પણ યોજશે અને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરવાના છે. આજે દાહોદ ખાતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જશવંતસિંહ ભાભોરના સમર્થનમાં જાહેર જનસભાને સંબોધી હતી. આ પ્રસંગે જે.પી. નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આદિવાસી માટે સરકારી યોજના: જે.પી.નડ્ડાએ કહ્યું કે, દાહોદને સ્માર્ટ સિટી તરીકે જોડવામાં આવશે. સાથે સાથે આદિવાસી માટે હજી પણ સરકાર યોજના લાવી રહી છે. તમામ લોકોને પાકા ઘર મળશે. બીજેપી સરકારે અત્યાર સુધીમાં દોઢ કરોડ ઘર આદિવાસી વિસ્તારોમાં બનાવ્યા છે.દેશમાં જાતિવાદ નહી પણ વિકાસ ચાલશે: જે.પી.નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, હવે દેશમાં જાતિવાદ નહી પણ વિકાસ ચાલશે. કોગ્રેસ રાષ્ટ્રવાદની વાત કરે છે. કોંગ્રેસે ધર્મ અને વોટબેંકના નામે રાજનીતિ કરી રહી છે. 10 વર્ષ અગાઉ જાતિવાદની રાજનીતિ થતી હતી. કોગ્રેસે આદિવાસીની ચિંતા નથી કરી. મોદી સાહેબે આદિવાસીની ચિંતા કરી છે. આદિવાસીઓનુ ગૌરવ વધારવાનુ કામ દેશમાં બીજેપી સરકારે કર્યુ છે. કોંગ્રેસમાં માત્ર પરિવારવાદ જ ચાલે છે.દવા ઉત્પાદન: જે.પી.નડ્ડાએ દેશમાં દવાના ઉત્પાદન વિશે વાત કરતા કહ્યુ, ભારત આજે દવા ઉત્પાદનમાં બીજા ક્રમે છે. દવાઓની નિકાસ 138 ટકા વધી ગઇ છે.મત આપવાની અપિલ: તેમણે લોકોને મત આપવાની અપિલ કરતા કહ્યુ, વિકસિત ભારત માટે ભાજપને મત આપો તેવી મારી અપીલ છે. મોદીજીને ત્રીજી વાર ચૂંટી જીત અપાવો તો ભારત વિશ્વમાં ત્રીજાક્રમનુ અર્થતંત્ર બનશે, ભારત આજે દવાના ઉત્પાદનમાં બીજા ક્રમે છે. મોદીએ ગરીબોને 5 લાખનું સુરક્ષા કવચ આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત આપ્યું છે. ભારતની રાજનીતિ બદલાવનુ કામ મોદી સાહેબે કર્યુ છે.મોદીના નેતૃત્વમાં દેશમાં આદિવાસીઓને સન્માન મળ્યું : તેમણે કહ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં આદિવાસીઓને સન્માન મળ્યું છે. દો ઢ કરોડ ઘર આદિવાસી વિકાસ માટે બનાવ્યા છે. જન ધન વિકાસ માટે 4000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમણે કહયુ, ક્યારેય જનજાતિ ગૌરવ દિવસ નહોતો મનાવાતો પણ હવે આદિવાસી ભાઇ - બહેનોને મોદીજીના નેતૃત્વમાં સન્માન મળ્યુ છે.આજે રિપોર્ટ કાર્ડની રાજનીતિ છે.આજે જવાબદારીની રાજનીતિ શરૂ થઇ છે.ભાજપનું પોલિટિક્સ ઓફ રિફોર્મ, પોલિટિક્સ ઓફ પરફોર્મ છે: જે.પી.નડ્ડાઓટોમોબાઇલ માર્કેટ: તેમણે વધુમાં કહ્યુ કે, ભારત ત્રીજા નંબરનું ઓટો મોબાઇલ માર્કેટ હબ બની ગયુ છે. અગામી સમયમાં આપણે ઓટોમોબાઇલ માર્કેટમાં અવ્વલ નંબર પર હોઈશુ. અત્યાર સુધી મોબાઈલ ફોન વિદેશોમાં બનતા હતા પણ હવે તમારા હાથમાં રહેલા મોબાઇલમાં મેડ ઇન ઇન્ડિયા લખેલુ છે.અમાસને ઓળખશો નહીં ત્યાં સુધી પૂનમ નહીં સમજાય, અંધકારને નહીં ઓળખો ત્યાં સુધી અજવાળાનું મહત્વ નહી સમજાય. ઘમંડિયા ગઠબંધન માત્ર પોતાનો પરિવાર આગળ વધારવા માટે આગળ આવે છે: જે.પી.નડ્ડા1.પ્રથમ બે ચરણમાં આવેલ આંકડાઓ અને વેક્સીન મુદ્દે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચ અને કોર્ટનાં દ્વાર ખટખટાવશે - Congress will demand court inquiry2.અમદાવાદમાં અશોક ગેહલોતના આક્ષેપ, 10 વર્ષ પહેલાં જે વાયદા ભાજપ સરકારે કર્યા હતાં તે વાયદા જ રહ્યાં - Lok Sabha Election 2024
Last Updated : May 3, 2024, 3:06 PM IST