ખેડા લોકસભા બેઠક પર મુખ્યપ્રધાનનો દેવૂ સિંહ માટે ચૂંટણી પ્રચાર - kheda lok sabha seat - KHEDA LOK SABHA SEAT
Published : May 5, 2024, 6:21 PM IST
ખેડા: ખેડા લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કે નડિયાદ વિધાનસભામાં બે અલગ અલગ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શહેર અને ગ્રામ્ય એમ બે ઝોનમાં આ રેલી યોજાઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે ખેડા લોકસભા બેઠકના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર માટે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડીયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ તેમજ જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલી બાઈક રેલીને નડીયાદ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.જ્યાંથી શહેરના સંતરામ સર્કલ, પારસ સર્કલ,વાણિયાવડ,વલ્લભનગર,મિલ રોડ,ચકલાસી ભાગોળ જેવા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.જે દરમિયાન શહેરમાં ઠેરઠેર નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરી મુખ્યપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું.