ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટમાં પરષોત્તમ રૂપાલાએ બુથની લીધી મુલાકાત, મતદાનકર્મીઓ અને મતદારોના પુછ્યાં હાલચાલ - Lok Sabha election 2024

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 4:52 PM IST

રાજકોટ: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં સ્વ. મીનાબેન કુંડલીયા કોલેજ ખાતેના બુથની મુલાકાત લીધી હતી. રૂપાલાએ મતદાન મથક પર ફરજ પર તૈનાત કર્મચારીઓ અને મતદારો સાથે મુલાકાત લીધી હતી. પરષોત્તમ રૂપાલાએ લોકોને વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ પણ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, છેલ્લાં ઘણા સમયથી કેન્દ્રીય મંત્રી રૂપાલાનો ક્ષત્રિયો પરના નિવેદનને લઈને વિરોધ થઈ રહ્યો છે. ઘણા શહેરોમાં રૂપાલા સામે એટલો આક્રોશ જોવા મળ્યો કે, લોકોએ રીતસર રૂપાલાને હરાવવાની ઝુંબેશ છેડી દીધી. જ્યારે ક્ષત્રીયોના વિરોધને શાંત કરવા માટે રૂપાલાએ અનેક વખત જાહેર મંચો પરથી માફી પણ માગી છે. તેમ છતાં ઘણા જિલ્લાઓમાં પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ ક્ષત્રીયોનો રોષ શાંત થયો નથી. 

ABOUT THE AUTHOR

...view details