ગોધરામાં અમિત શાહની વિજય સંકલ્પ સભા LIVE - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
Published : Apr 27, 2024, 5:40 PM IST
|Updated : Apr 27, 2024, 6:08 PM IST
પંચમહાલ: લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા આજે, આજે શનિવારે પોરબંદરમાં અમિત શાહની સભા યોજાઇ ગઇ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોરબંદર લોકસભા બેઠક પર જામકંડોરણા ખાતે વિજય સંકલ્પ સભા યોજી હતી જેમાં તેમણે ભાજપ ઉમેદવાર મનસુખ માંડવીયાને જીતાડવા પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત અમિત શાહ આજે પંચમહાલ લોકસભા બેઠક પર પણ પ્રચાર કરી રહ્યા છે હાલ અમિત શાહ ગોધરામાં વિજય સંકલ્પ સભા યોજી રહ્યાં છે. તેમની આ સભામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં 7મી મેના રોજ મતદાન થવાનું છે.
Last Updated : Apr 27, 2024, 6:08 PM IST