નવસારીના રહેણાંક વિસ્તારમાં દીપડાની લટાર, ગ્રામજનોમાં ભયનો માહોલ - navasari news - NAVASARI NEWS
Published : Aug 16, 2024, 1:12 PM IST
નવસારી: નવસારી તાલુકાના પૂર્વ પટ્ટીનું ગામ સરપોર ખાતે રાત્રિ દરમિયાન ગામમાં આવેલા આહીરવાસમાં રહેતા જયેશભાઈ આહીરના ઘર પાસે દીપડો લટાર મારતો હોય તેવા દ્રશ્ય તેઓના સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જેમાં દીપડો બિન્દાસ પણે પતરાના શેડ નીચે આટા-ફેરા મારતો નજરે પડ્યો હતો અને ત્યાં પાર્ક કરેલી કાર ઉપર ચડવાનો પ્રયત્ન કરતો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. પહેલા પણ આહીર વાસમાં દીપડાને લટાર મારતો હોય તેવું ગ્રામજનો જોયું હતું. જેથી ફરી દીપડાની દેખા દેતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે કારણ કે માનવ વસ્તીની વચ્ચોવચ દીપડાઓ પોતાનું આશ્રય સ્થાન બનાવી રહ્યા છે જેને લઈને દીપડાઓ અને મનુષ્યનો ઘણીવાર આમનો સામનો પણ થઈ જતો હોય છે તેથી દીપડાઓ રાત્રિ દરમિયાન માનવ વસ્તી તરફ પણ આવી ચર્ચા હોય છે અને પાલતુ પશુઓનો શિકાર પણ કરતા હોય છે. જેથી સમગ્ર ઘટનાની જાણ વન વિભાગના અધિકારીઓને સરપંચ દ્વારા કરવામાં આવી છે. હાલ તો વન વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું મુકવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.