કચ્છના કોડકીના સીમાડામાં દીપડાનો આતંક, 25 જેટલા ઘેટાં બકરાનો કર્યો શિકાર - Terror of the leopard
Published : Sep 1, 2024, 5:09 PM IST
કચ્છ: ચક્રવાતની અસર તળે ભારે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયાં છે. ત્યારે માલધારી દ્વારા પોતાના ઘેટાં બકરાઓને સીમાડાના વિસ્તારના વાડામાં સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા હોવા છતાં કોડકીના સીમાડામાં રખાલમાં દીપડાનાં આંતકથી અંદાજિત 25 જેટલા ઘેટા બકરા મોતને નિપજ્યા છે.ત્યારે લખન દેસાઈના જણાવ્યા મુજબ નખત્રાણાના દેવપર, ગોળજીપર, સુખસણ , સાંગનારા,મોસુના સહિતના ગામોમાં દીપડાના કારણે માલધારીઓમાં ભય ફેલાયો છે. અનેક પશુઓનાં મારણ કરતા માલધારીઓ ડરના કારણે પશુઓને ચરિયાણ માટે વન વગડામાં જઇ શકતા નથી. માલધારીઓ દ્વારા વનતંત્ર આ હિંસક દીપડાને પાંજરે પૂરે એવી માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, માલધારી સંગઠન દ્વારા અગાઉ પણ વનતંત્ર સમક્ષ દીપડાના આતંકને લઈને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી ન થતા માલધારી વર્ગમાં નારાજગી ફેલાઈ હતી. આ તમામ ગામડાઓમા અંદાજીત 3થી 4 જેટલા દીપડાઓ હોવાની વાત સ્થાનિકો કરી થયા છે. દીપડાઓ ગાય, બકરી અને ઘેટાનાં શિકાર કરે છે. તાજેતરના ગોળજીપર ગામે દીપડો ગાય ઉપાડી ગયો હતો. ત્યારે વનતંત્ર વહેલી તકે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.