મુન્દ્રાની શાળામાં 13 બાળકોને ડિહાઇડ્રેશન થતાં તબિયત લથડી, તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા - Kutch News - KUTCH NEWS
Published : Jun 27, 2024, 5:23 PM IST
કચ્છઃ જિલ્લામાં ગરમીએ વર્તાવ્યો છે. કચ્છમાં વરસાદની રાહ વચ્ચે અસહ્ય ગરમીથી લોકો અકળાઈ રહ્યા છે. આજે મુન્દ્રાની સી.કે.એમ.શાળાના 13 જેટલા બાળકોને ગરમીની હાનિકારક અસર થતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ગરમીના ઉકળાટના કારણે બાળકોને ડિહાઇડ્રેશન થતાં સ્કૂલમાં ઢળી પડ્યા હતા. બાળકોને પ્રથમ સરકારી ત્યાર બાદ મુન્દ્રાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે ડોકટરી તપાસ બાદ તમામ બાળકો હાલમાં ભયમુક્ત હોવાનું ડોકટરોએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં મુન્દ્રાના ચૂંટાયેલા પ્રતિનિધિ સહિતના લોકો દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. આજે મુન્દ્રાની સી.કે.એમ.શાળાના 13 જેટલા બાળકોને ગરમીની હાનિકારક અસર થતાં હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. ગરમીના ઉકળાટના કારણે બાળકોને ડિહાઇડ્રેશન થતાં સ્કૂલમાં ઢળી પડ્યા હતા.