Rushikesh Patel In Visnagar: વિસનગરમાં ઋષિકેશ પટેલના હસ્તે 92.58 કરોડના 54 વિકાસ કામોનું ખાતમુહૂર્ત - rushikesh Patel in Visnagar
Published : Mar 13, 2024, 10:41 AM IST
મહેસાણા: વિસનગર શહેર અને તાલુકાના વિવિધ વિભાગો હેઠળના 92.58 કરોડના 54 જેટલા વિકાસ કામોનું આજે વિસનગર તાલુકા પંચાયત કચેરી ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કંસારાકુઇ, કમાણા, કાસા, સદુથળા વગેરે ગામોના તળાવો પાણીથી ભરવામાં આવશે જે અનેક લોકોને ઉપયોગી થશે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ દ્વારા નાયબ પોલીસ અધિક્ષકની કચેરી અને 151.13 લાખના ખર્ચે નવનિર્મિત E-01 વર્ગના આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વિસનગર મહેસાણા ચોકડી ખાતે નિર્માણ થનારી મહારાણા પ્રતાપજીની પ્રતિમાનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ સાથે જ તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. દેશના વિકાસ માટેનો વિચાર કોગ્રેસને આવ્યો નહિ.