જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ કર્યું મતદાન - Lok Sabha Election 2024
Published : May 7, 2024, 2:57 PM IST
જૂનાગઢ : લોકસભા ચૂંટણી 2024 માટે વહેલી સવારથી મતદાન શરૂ થઈ ગયું છે. જૂનાગઢ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મત આપીને લોકશાહીનું આ મહાપર્વ ઉજવ્યું હતું. ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ઢોલ શરણાઈ સાથે જુલુસ બનાવી વાજતે ગાજતે ચોરવાડ મતદાન મથકમાં પરિવાર સાથે મત આપ્યો હતો. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પોતાના વતન સુપાસી ગામના મતદાન મથક ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.બંને ઉમેદવાર મત આપ્યા બાદ પોતાના વિસ્તારમાં કાર્યકરો સાથે પહોંચ્યા હતા. જ્યાં લોકોને મત આપવા અપીલ કરી હતી. ઉપરાંત મતદાન કર્યા બાદ બંને ઉમેદવારોએ પ્રતિભાવ આપતા જૂનાગઢ લોકસભા બેઠક પર પોતાની પાર્ટીની જીત થઈ રહી છે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.