Junagadh News: જુનાગઢમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ વર્લ્ડ રેકોર્ડ બ્રેકર ઈવેન્ટ - જુનાગઢ ન્યૂઝ
Published : Jan 23, 2024, 9:53 AM IST
|Updated : Jan 23, 2024, 10:47 AM IST
જુનાગઢ: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે અને ધાર્મિક વિધિવિધાન સાથે સંપન્ન થયો છે. અયોધ્યા સહિત સમગ્ર દેશમાં આ મહોત્સવની ઉજવણી થઈ હતી, ગુજરાતમાં પણ આ પ્રંસગે ઘણા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જુનાગઢની ઘોડાસરા મહિલા કોલેજની 1275 જેટલી વિદ્યાર્થીનીઓએ આજે એક સાથે કેનવાસ પર પેઇન્ટિંગ કરીને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મા ચિત્રના માધ્યમથી પણ જોડાઈ હતી, ગત બે દિવસથી 1275 જેટલી વિદ્યાર્થિની ઓડિશાની ખાસ ચિત્રકલા જેને પટ્ટચિત્રો તરીકે ખ્યાતિ મળી છે, તેને કાગળ પર કંડારીને આજે જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે આ પ્રયત્ન કરીને ઇતિહાસમાં નામ નોંધાવ્યું છે. આ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થિનીઓની સાથે શાળાના તમામ પરિવારજનો પણ સહભાગી થયા હતાં.