SRK@Jamnagar: અંબાણી પરિવારના દીકરાના લગ્ન સંદર્ભે શાહરુખ ખાન જામનગર આવ્યો - Reliance Township
Published : Feb 23, 2024, 7:46 PM IST
જામનગરઃ શહેરના એરપોર્ટ પર મોડી રાત્રે બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનનું આગમન થયું હતું. એરપોર્ટ ખાતે શાહરૂખ ખાન આવ્યાના સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. આ સમાચારને પરિણામે મોટી સંખ્યામાં ફેન્સ એરપોર્ટ પર ઉમટી પડ્યા હતા. સુત્રો અનુસાર બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાન રિલાયન્સ કંપનીમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ કંપનીના મુકેશ અંબાણીના પુત્રના આગામી દિવસોમાં લગ્ન યોજાવાના છે ત્યારે આગામી દિવસોમાં અન્ય બોલિવૂડ સ્ટાર પણ જામનગર આવી શકે છે. જામનગરના રિલાયન્સ ટાઉનશિપમાં પધારેલા બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન આજ રોજ જામનગર એરપોર્ટથી મુંબઈ જવા રવાના થયા છે. અંબાણી પરિવારના નાના પુત્રના લગ્ન હોવાના કારણે રિલાયન્સ ટાઉનશીપમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સનો મેળાવડો જોવા મળશે.