જામનગરમાં સરદાર પટેલ જન્મજયંતિની ઉજવણી, એકતા રેલી અને રક્તદાન કેમ્પનું આયોજન - SARDAR VALLABHBHAI PATEL
Published : Oct 31, 2024, 12:36 PM IST
જામનગર: જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં ખોડલધામ ટ્રસ્ટની ઓફિસથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી રેલી યોજવામાં આવી હતી. જેમાં ભાજપ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા છે. ઉપરાંત તેમની યાદમાં પટેલ સમાજ ખાતે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે રણજીત નગરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે. ધારાસભ્ય દિવ્યશ અકબરીએ આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, "અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના વિવિધ કાર્યોના કારણે આજે પણ દેશના લોકોના દિલોમાં વસે છે."