ગુજરાત

gujarat

ETV Bharat / videos

આખરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડશે આતંરરાષ્ટ્રીય ફ્લાઈટ, - International flight Rajkot airport - INTERNATIONAL FLIGHT RAJKOT AIRPORT

By ETV Bharat Gujarati Team

Published : Jul 13, 2024, 7:22 PM IST

રાજકોટ : આખરે હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનું સંચાલન કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ નિર્માણ પામી રહેલા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગમાં તમામ સુવિધાઓ હશે.જેમાં  કસ્ટમસ, ઈમિગ્રેશન સહિતની સુવિધા હશે. એરલાઇન્સ કંપનીઓ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ આગામી શિયાળાથી શરૂ કરવામાં આવશે અને ત્યાંથી ઓક્ટોબર 2024 થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું સંચાલન શરૂ થશે. જેની રાજકોટ હીરાસર એરપોર્ટના ડિરેક્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઓક્ટોબરથી ડોમેસ્ટિક સાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા પણ શરૂ થશે. પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે મુસાફરોને હજુ અઢી મહિના સુધી રાહ જોવી પડશે. રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની જાહેરાત થતા જ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details