Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરી રહ્યાં છે બજેટ LIVE - budget live 2024
Published : Feb 1, 2024, 11:11 AM IST
|Updated : Feb 1, 2024, 12:10 PM IST
નવી દિલ્હી: કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ લોકોસભામાં સતત છઠ્ઠી વખત અને મોદી સરકારના કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટને લઈને સમગ્ર દેશવાસીઓની નજર મંડાયેલી છે. ખાસ તો મધ્યમ અને ગરીબ વર્ગને મોદી સરકારના આ બજેટથી અનેક આશાઓ અને અપેક્ષાઓ છે. વચગાળાના બજેટમાં કેટલીક અટકળો હોવા છતાં, ઘણા નિષ્ણાતો ખાસ કરીને આવકવેરાદાતાઓ અને પગારદાર વ્યક્તિઓ માટે મહત્વપૂર્ણ જાહેરાતોની અપેક્ષા રાખી રહ્યાં છે. અપેક્ષાઓમાં નવી આવકવેરા પ્રણાલીનું આકર્ષણ વધારવાના પગલાં પણ સામેલ છે. EV, રિયલ એસ્ટેટ, ક્રિપ્ટોકરન્સી અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ મહત્વની જાહેરાતોની અપેક્ષા છે. EV, રિયલ એસ્ટેટ, હેલ્થકેર, એજ્યુકેશન, એનર્જી, ઓટો, એગ્રીકલ્ચર, એફએમસીજી, આઈટી અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં ફેલાયેલા વિવિધ ઉદ્યોગો વચગાળાના બજેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
નાણામંત્રી સીતારમણના બજેટ ભાષણના મહત્વનાં અંશો
- નવી સ્કિમમાં 7 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહી
- રોજગારીમાં 55 લાખ નવી તકોનું નિર્માણ
- ઈન્કમ ટેક્સ ભરવાનું ખુબજ સરળ થયું છે.
- પ્રદૂષણ રહિત ઈંઘણનો ઉપયોગ વધારાશે
- અમારા માટે જીડીપીનો અર્થ ગર્વનન્સ, પરફોર્મન્સ અને ડેવલપમેન્ટ છે
- અમારી સરકારે 7 IITs, 16 IIITs, 7 IIMs, 15 AIIMS અને 390 યુનિવર્સિટીઓની સ્થાપના કરી
- અમારી સરકારે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી મુક્ત કરવામાં મદદ કરી
- 80 કરોડ લોકોની ભૂખની ચિંતાનો અમારી સરકારે અંત કર્યો છે
- અમારી સરકાર માટે શાસનનું સામાજિક કલ્યાણ મોડલ
- છેલ્લા 10 વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે
- 9-14 વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સર સામે લડવા માટે રસી અપાશે
- તમામ આશા વર્કરો, આંગણવાડી કાર્યકરો આયુષ્માન ભારત યોજનાના દાયરામાં આવશે
- અમારા માટે જીડીપી એટલે શાસન, કામગીરી અને વિકાસ
- દેશમાં જનસંખ્યામાં ઘટાડવા માટે પણ કમિટિ બનાવવામાં આવશે
- ઈલેક્ટ્રીક વાહનોને વેગ આપવામાં આવશે, ઈવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારીશું
- 75 હજાર કરોડના વ્યાજ મુક્ત દેવાની જોગવાઈ
- આગામી 25 વર્ષ માટે અમારા માટે કર્તવ્યકાળ
- કરદાતાઓના નાણાનો ઉપયોગ દેશના વિકાસ માટે થઈ રહ્યો છે.