Ind vs Eng test: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચ, રાજકોટમાં બંને ટીમોએ કરી નેટ પ્રેકટિસ - રાજકોટ ક્રિકેટ મેચ
Published : Feb 13, 2024, 11:59 AM IST
રાજકોટ: આગામી 15 ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારક અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ યોજાવા જઈ રહી છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું પણ રાજકોટમાં આગમન થયું છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને લઈને આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ગઈકાલે 12 ફેબ્રુઆરીએ રાજકોટના હિરાસર એરપોર્ટ પર લેન્ડિંગ થઈ હતી. ત્યારે ત્રીજી ટેસ્ટ મેચને લઈને ભારતીય ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે. ગઈકાલે 12 ફેબ્રુઆરી સોમવારે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પણ રાજકોટ ખાતે આવી પહોંચી હતી. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમને શહેરની 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પ્લેયર ફોર્ચ્યુન હોટલ ખાતે પહોંચતા તેમનું હોટલ પ્રશાસન દ્વારા ફૂલોના હાર પહેરાવીને ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટના આંગણે ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના જ્હોની બેરસ્ટો, જીમી એન્ડરસન, જો રૂટ, માર્ક વૂડ, રેહાન અહેમદ, શોએબ બશીર, ઓલી પોપ, રોબિન્સન, બેન સ્ટોક્સ, જેક ક્રોલી સહિતના ક્રિકેટરો પધાર્યા છે. આજે મંગળવારે (13 ફેબ્રુઆરી) બંને ટીમોએ નેટ પ્રેક્ટિસ કરી હતી.