આજથી વેકેશન પૂરું થતા વિદ્યાર્થીઓનું શાળામાં જુદી જુદી રીતે સ્વાગત કરવામાં આવ્યું, જુઓ કેવી રીતે? - RAJKOT SCHOOL START - RAJKOT SCHOOL START
Published : Jun 13, 2024, 8:30 PM IST
રાજકોટ: આજથી શાળાઓમા નવું ક્ષત્ર શરૂ થઈ ગયુ છે, ત્યારે વિધાર્થીઓમાં શાળાએ જવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. એક અનોખા ઉત્સાહ સાથે ક્લાસના મિત્રો સાથે મળવાનો અનેરો આનંદ હતો, ત્યારે શાળાઓમાં વિદ્યાર્થીઓને કુકુમ તિલક કરી, ચોકલેટ આપી અને વૃક્ષના છોડ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેથી વિધાર્થીઓને નવા આવનારા શૈક્ષણિક વર્ષમાં અભ્યાસનો ઉત્સાહ જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે સાથે પ્રથમ દિવસે વિધાર્થીઓને કલાસમાં જુદી જુદી પ્રવૃતિઓ કરવામાં આવી હતી, જેમાં ઓપન શેસન, ટીચર દ્વારા નૃત્ય કરવામાં, પ્રાર્થના સહિતની અલગ અલગ રીતે બળકોને અભ્યાસમાં વધુ ધ્યાન લાગે તેવી રીતે શાળાના નવા સત્રની શરૂઆત કરવામાં આવી હતી.