રાજકોટમાં ગેરકાયદે 10 થી 12 મકાનો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર, મનપાના તંત્રએ બોલાવ્યો સપાટો - Demolition by rmc
Published : Sep 25, 2024, 6:52 PM IST
રાજકોટ: શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મવડી ટીપી સ્કીમ અંતર્ગત રિઝર્વેશન પ્લોટમાં તેમજ રોડ પર ગેરકાયદેસર દબાણ ખડકવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના આદેશ અનુસાર અઢીસો ચોરસ મીટરમાં ખડકાયેલા 10 થી 12 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ થતા દલિત આગેવાનો પણ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર સહિતના દલિત આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. અહીંના સ્થાનિકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા વ્યક્તિઓ દ્વારા સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ પણ કરવામાં આવી હોવાની રજૂઆત મહાનગરપાલિકા ખાતે કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ મનપાનું તંત્ર હરકતમાં આવ્યું હતું.