ગાંધીનગરથી LIVE, 'સહકારથી સમૃદ્ધી' કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ - Amit Shah in Gujarat - AMIT SHAH IN GUJARAT
Published : Jul 6, 2024, 11:50 AM IST
|Updated : Jul 6, 2024, 12:23 PM IST
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહથી આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. શાહની ગુજરાત મુલાકાતને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમિત શાહે આજે (6 જૂલાઈ, શનિવાર) ગાંધીનગર, બનાસકાંઠા, પંચમહાલ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આજે સવારે 10.30 કલાકે અમિત શાહ ગાંધીનગરના મહાત્મા મંદિર સ્થિત 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે 'સહકારથી સમૃદ્ધી' કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ બપોરે બે કલાકે તેઓ બનાસકાંઠા પહોંચશે, બનાસકાંઠા જિલ્લાના ચાંગડા ગામે આયોજીત સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે અને મહિલા દૂઘ ઉત્પાદકોને ઝીરો ટકા વ્યાજના Rupay ક્રેડિટ કાર્ડ વિતરણ કરશે. આ ઉપરાંત અમિત શાહ સાંજે પ કલાકે પંચમહાલ જિલ્લાના મહુલીયા ગામ પહોંચશે અને અહીં ચાલતા સહકારી પાયલટ પ્રોજેક્ટની મુલાકાત લેશે. ત્યાર બાદ ગોધરા સ્થિત પંચામૃત ડેરી ખાતે સાંજે 5.45 કલાકે તેમની જિલ્લાના સહકારી બેન્કો અને ડેરીના ચેરમેનશ્રીઓ સાથે બેઠક કરશે.
Last Updated : Jul 6, 2024, 12:23 PM IST