ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદથી અમિત શાહ LIVE - Loksabha Election - LOKSABHA ELECTION

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 9:06 AM IST

Updated : May 7, 2024, 9:33 AM IST

અમદાવાદ: આજે લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કાનુ મતદાન થવાનુ હોય ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવા જઈ રહયુ છે ત્યારે આ લોકશાહીના પર્વની ઉજવણી કરવા ગુજરાતના મતદારો ખુબ ઉત્સાહી છે. તમામ મતદારો સમજી વિચારી પોતાનો મત આપી આ લોકશાહીના પર્વની ઉજવણી કરશે. આજે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કુલ ખાતે પહોચી પોતાનો મત આપ્યો છે.જોકે સુરત સીટ બિનહરિફ થઈ જતા ભાજપને ફાળે ગઈ છે. આમ હવે 25 સીટ પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે જંગ જામ્યો છે. આ ઉપરાંત પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. આ 25 લોકસભા સીટ માટે ભાજપના 25, કોંગ્રેસના 23 અને આપના 2 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. આ ઉમેદવારોમાં રૂપાલા, અમિત શાહ અને માંડવિયા 3 કેન્દ્રીય મંત્રી છે.સમગ્ર ગુજરાતમાં આજે લોકશાહીનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ શ્રેણીમાં કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ સવારે 9 વાગ્યે અમદાવાદના નારણપુરામાં મતદાન કરશે. 
Last Updated : May 7, 2024, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details