આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો, હોળીના તહેવારમાં પણ IPLની મેચ જોવા ઉમટ્યા - IPL 2024 - IPL 2024
Published : Mar 24, 2024, 5:29 PM IST
અમદાવાદ: IPL 2024ની આજે 5મી મેચ અમદાવાદના નરેંદ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઇટન્સના કપ્તાન શુભમન ગીલ છે. જે પ્રથમ વખત કપ્તાની કરે છે. ગુજરાત ટાઇટન્સના પૂર્વ કપ્તાન હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ છોડી મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન છે. ગુજરાત ટાઇટન્સ પોતાના હોમ ગ્રાઉન્ડ ખાતે પહેલી મેચ રમશે. હજારો ક્રિકેટ ફેન્સ હોળીના તહેવારમાં પણ IPL ની મેચ જોવા ઉમટ્યા છે. જેમાં મુંબઈ ઇન્ડિયન્સના અનેક ચાહકો સ્ટેડિયમ ખાતે ઉમટ્યા છે. ગુજરાત ઇન્ડિયન્સના કપ્તાન શુભામન ગીલના અનેક ચાહકો મેચ જોવા ઉમટ્યા છે. ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે રોમાંચક મુકાબલો થશે. ક્રિકેટ ફેન્સ રોહિત શર્મા અને શુભમન ગીલ વચ્ચે રોચક મુકાબલાના નારા લગાવે છે.