ગાંધીનગર LCBની ટીમે રિક્ષામાં પેસેન્જર બેસાડીને લૂંટતી ગેંગને ઝડપી પાડી - Gandhinagar LCB team - GANDHINAGAR LCB TEAM
Published : Jun 28, 2024, 7:27 PM IST
ગાંધીનગર: ગાંધીનગર LCBની ટીમ અડાલજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન રીક્ષામાં મુસાફરને બેસાડી ચોરી કરતી ગેંગ પકડી પાડી છે. રીક્ષામાં એકલ દોકલ મુસાફરોને બેસાડી અન્ય સાગરીતોની મદદથી પૈસા દાગીના સેરવી લેતી ગેંગ ઝડપાઈ છે. LCBએ ત્રણ આરોપીની સીએનજી રીક્ષા સાથે ધરપકડ કરી છે. ત્રણેય આરોપી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. LCB એ સબ્બિરહુસેન સુબ્રાતિભાઈ મન્સૂરી, મિતેષ ઉર્ફે શૈલેષ નળિયા, ફિરોજ ઉર્ફે બેરિયા અજીજ શેખની કુલ 1 લાખ 30 હજારના મુદ્દા માલ સાથે ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપી અડાલજ, કલોલ અને અમદાવાદ સાબરમતી પોલિસ સ્ટેશનમાં અગાઉ પણ ચોરીના ગુન્હામાં પકડાઈ ચૂક્યા છે. ત્રણ આરોપી પૈકી બે આરોપીઓ 2005 થી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રિક્ષામાં પેસેન્જર બેસાડીને પેસેન્જરના ઠેલાઓમાંથી સામાન ચોરી લેતા અને ચેન સ્નેચિંગ કરતા હતા.