ગુજરાત

gujarat

ETV Bharat / videos

ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ LIVE, જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને તારીખો થઈ શકે છે જાહેર - Election Commission of india pc - ELECTION COMMISSION OF INDIA PC

By ETV Bharat Gujarati Team

Published : Aug 16, 2024, 3:16 PM IST

Updated : Aug 16, 2024, 3:53 PM IST

નવી દિલ્હી: ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં એકસાથે ચૂંટણી યોજી શકે છે. આ અંગે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ યોજી રહ્યું છે. મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં એક સાથે વિધાનસભા ચૂંટણી થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચૂંટણી પંચ આ પ્રેસ કોન્ફરન્સમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે,  આગામી છ મહિનામાં હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ નવેમ્બરમાં અને ઝારખંડનો કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂરો થઈ રહ્યો છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી યોજવા માટે સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર, 2024ની સમયમર્યાદા નક્કી કર્યા બાદ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. જમ્મુ અને કાશ્મીરમાં 2018 થી કોઈ ચૂંટાયેલ ગૃહ નથી.
Last Updated : Aug 16, 2024, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details