સુરતમાં મેધરાજાની ધમાકેદાર બેટિંગ, ધણા વિસ્તારો વરસાદી પાણીમાંં ગરકાવ - heavy rain in Surat
Published : Jun 30, 2024, 4:19 PM IST
સુરત: સુરત જિલ્લામાં મોડી રાતથી જ મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે સુરતના તમામ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે સુરતના સિંગળપોર ચાર રસ્તો ભારે વરસાદને પગલે વરસાદી પાણીમાં ગરકાવ થયો છે. સાથે જ વેડરોડ થી સિંગળપોરને જોડતો રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ સુરતના કીમ ચાર રસ્તા નજીક કીમ માંડવી સ્ટેટ હાઇવે પર ભરાયા પાણી છે. જેમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જે અંતગર્ત સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. સાથે જ અવિરત પણે પડેલા વરસાદે સુરતના ઓલપાડની કુડસદ GIDCમાં પાણી ભરાયા છે. તેમજ GIDCના શોપિંગ સેન્ટર અને મુખ્યમાર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ધોધમાર વરસાદ વચ્ચે લોકો પાણીમાં ઉતરી વરસાદની મજા માણી રહ્યા છે. સુરત શહેરમાં પહેલા વરસાદે જ સમગ્ર સુરત શહેરને ભાનમાં લીધી છે. અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાય છે. મહત્વની વાત તો એ છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોનસૂનની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ આ પ્રિ મોનસૂનની કામગીરી બસ દેખાવા પૂરતી હતી તેવું કહી શકાય છે.