ધનતેરસ 2024: પાટણમાં સોના-ચાંદીના દાગીનાની ખરીદી માટે લોકોની ભીડ - DHANTERAS 2024
Published : Oct 30, 2024, 9:25 AM IST
પાટણ: હાલ હિન્દુ વર્ષ અને વર્ષોની પરંપરા પ્રમાણે દિવાળીના પાવન તહેવારોનો પ્રારંભ થઈ ગયો છે. ધનતેરસનો દિવસ એ આયુર્વેદના પિતામહ ભગવાન ધનવંતરીનો પ્રાગટ્ય દિવસ પણ છે. ત્યારે મંગળવારે ધનતેરસના દિવસે લોકોએ ધનલક્ષ્મી માતાજી અને ગણેશજીની પૂજા-અર્ચના કરી હતી. તેમજ સાથે સાથે સોના-ચાંદીના દાગીનાની ખરીદી પણ કરી હતી. પાટણના રાધનપુર શહેર સહિત સમગ્ર જિલ્લામાં સોના-ચાંદીના દાગીનાની દુકાનો અને શો- રૂમ ઉપર સોના ચાંદીના દાગીનાઓની ખરીદી કરવા માટે ભીડ જોવા મળી હતી. ત્યારે રાધનપુર શહેરમાં ધનતેરસના દિવસે સોના ચાંદીના દાગીનાઓ, લગડીઓ તેમજ ચાંદીની મૂર્તિઓ, ચાંદીના સિકકાની લોકો દ્વારા ખરીદી કરવામાં આવી હોવાનું જેઠાલાલ દેવરામભાઈ ચોકસી શો રૂમના માલિક હસમુખભાઈ ઠક્કરએ જણાવ્યુ હતું.