ગુજરાત

gujarat

ETV Bharat / videos

પલસાણાના જોળવા ગામે બિસ્માર રસ્તાઓને લઈને પરપ્રાંતિય યુવાનોનુું વિરોધ પ્રદર્શન - Demonstration of migrant youths - DEMONSTRATION OF MIGRANT YOUTHS

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2024, 6:39 PM IST

સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની હદ વિસ્તારમાં આવતા બિસ્માર રોડ રસ્તાઓને લઇ જોળવા ગામે રહેતા કેટલાક પરપ્રાંતિય લોકોએ ગામના મુખ્ય માર્ગ ઉપર ઉતરી આવીને પૂતળાદહન કર્યા હતા. આ સાથે ટાયરોને પણ સળગાવ્યા હતા અને આખા રસ્તાને બાનમાં લઇને સૂત્રોચ્ચાર કર્યા હતા. જેને લીધે ટ્રાફીક જામ થઈ જવા પામ્યો હતો. જ્યારે આ ઘટનાની જાણ પોલીસને થતાં જ પલસાણા પોલીસ મથકના પી.આઈ સહીતનો પોલીસ કાફલો જોળવા ગામે આવી પહોચ્યો હતો અને હળવો બળ પ્રયોગ કરતા લોકો ત્યાંથી ભાગી છુટ્યા હતા અને આંદોલનકારીઓને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ આંદોલનકારીઓને લીધે લોકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details