કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટમાં પ્રવેશી, ભાજપ પર કર્યા આકરા પ્રહારો - Congress Nyaya Yatra - CONGRESS NYAYA YATRA
Published : Aug 11, 2024, 4:25 PM IST
રાજકોટ: મોરબી, વડોદરા, રાજકોટ અને સુરતમાં જે દુર્ઘટનાઓ સર્જાઈ છે. તે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મોરબીથી ન્યાય યાત્રા શરુ કરવામા આવી હતી. જેમાં પીડિત પરિવારો ઉપરાંત કોંગ્રેસ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, ખેડૂત આગેવાન પાલભાઈ આંબલીયા અને જીલ્લા કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો ભાગ લઈ રહ્યા છે. આ ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. આજે આ યાત્રા રતનપર ગામથી રાજકોટ તરફ જવા રવાના થઈ છે. આ વચ્ચે ત્રણ થી ચાર જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવશે. આ યાત્રાએ બપોરે રાજકોટ શહેરમાં પ્રવેશ કર્યો હતો અને સાંજે 5 વાગ્યે રાજકોટના ઢેબર ચોકમાં 'સંવેદના સભા' યોજાશે. આ સભામાં શક્તિ સિંહ ગોહિલ સહિતના આગેવાનો હજાર રહેશે, સેવા દળના પ્રમુખ લાલજી દેસાઈએ કહ્યું હતું કે જે પીડિતો ન્યાય યાત્રામાં નથી જોડાયા તે પીડિત પરિવારો આગામી સમયમાં ચુંટણી લડશે. તેમજ જીગ્નેશ મેવાણીએ એવું નિવેદન આપ્યું હતું કે જે પીડિત પરિવારો ન્યાય યાત્રામાં નથી જોડાયા તેઓ પ્રત્યે પણ અમારી લાગણી જોડાયેલી છે.