ભગવાન જગન્નાથના દર્શનાર્થે પહોચ્યું કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ, રથયાત્રાને લઈ શુભકામના આપી - Jagannath Rath Yatra 2024 - JAGANNATH RATH YATRA 2024
Published : Jul 6, 2024, 6:59 PM IST
અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીક, પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય દળના નેતા અમિત ચાવડા સહિતના કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે આજે ભગવાન જગન્નાથના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ પણ રથયાત્રાને લઈ શુભકામના આપી છે. માનવજાતિનું કલ્યાણ થાય અને સમાજ મજબૂત અને સુખ શાંતિમય બને તેવી પ્રાર્થના કરી છે.રથયાત્રા ભાઇચારાનું પ્રતીક બની છે. ઈશ્વરની ઉપસ્થિતિ કણ કણમાં હોય છે. રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદ ભારતીયોને શુભકામના આપી છે. તેમને પ્રાર્થના કરી કે માનવ જાતિનું કલ્યાણ થાય અને આપણા સમાજમાં સુખ શાંતિ રહે. દેશમાં અમન, સુખ અને શાંતિ બની રહે તે માટે અમે અહીં પ્રાર્થના કરવા આવ્યા છીએ. ભાઈચારાના સંદેશ સાથે આ યાત્રા સમાજની એકતાને વધુ મજબૂત કરશે.