સીએમ કેજરીવાલની ધરપકડનો ગુજરાતભરમાં વિરોધ, AAP ના મોટા નેતાઓ સહિત કાર્યકરોની અટકાયત - CM Kejriwal Arrest - CM KEJRIWAL ARREST
Published : Mar 22, 2024, 2:22 PM IST
અમદાવાદ : દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ગત રોજ ધરપકડ કરવામાં આવી હતી. આજે સમગ્ર દેશમાં આ મામલે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
સીએમ કેજરીવાલની ધરપકડનો વિરોધ : અમદાવાદમાં ઇશુદાન ગઢવી સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 20 થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ, ખેડૂત નેતા રાજુ કરપાડા સહિત કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રમુખ ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.