રત્ન કલાકાર, કારખાનામાં ટિફિન પહોંચાડનાર, ઘરકામ કરનારના પુત્રોએ ધોરણ 12 ની પરીક્ષામાં બાજી મારી - CLASS 12 RESULT - CLASS 12 RESULT
Published : May 9, 2024, 2:11 PM IST
સુરત: ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરાયું છે. પરિણામ બાદ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે સુરતમાં સામાન્ય પ્રવાહ કોમર્સમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટિફિન આપવા જનારના પુત્ર હિમાંશુએ 95.33 ટકા મેળવ્યા છે. તેણે જણાવ્યું હતું કે અત્યારથી તેણે સીએ માટેના ક્લાસ શરૂ કરી દીધા છે. તે સીએ બનવા માંગે છે. માતા પિતા તેના ઉજ્જવળ ભવિષ્ય માટે જે મહેનત કરી રહ્યા છે તેને સફળ કરવાનું છે.બીજી બાજુ રત્ન કલાકારના પુત્ર વિશ્વ એ ગુજકેટમાં 120 માંથી 120 અંક પ્રાપ્ત કર્યા છે. તેની માતા ઘર કામ કરે છે. માતા પિતાના સંઘર્ષને લઈ તેને જણાવ્યું હતું કે તે ડોક્ટર બનવા માંગે છે જેથી માતા પિતા સહિત અન્ય લોકોને સેવા આપી શકે. હીરાના કારખાના ચલાવનારના પુત્ર મિયાની યુગે પણ ગુજકોટમાં 120 માંથી 120 અંક મેળવ્યા છે.