સુરતના ભુલકાઓના હાથમાં ધનુષ્ય-બાણ અને મુખમાં રામ, પણ આ શું ! પગમાં સ્કેટિંગ ? - undefined
Published : Jan 21, 2024, 11:51 AM IST
સુરત : રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરના રામ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના નાના રામ ભક્તોએ અનોખી રીતે રામ ભક્તિ દર્શાવી લોકોને અચંબીત કરી દીધા છે. આ વખતે નાના રામ ભક્તોએ સ્વયં ભગવાન રામ, સીતા લક્ષ્મણનો પોશાક પહેર્યો હતો. એટલું જ નહીં, ભગવાન રામનો વેશ ધારણ કરીને આ રામ ભક્તોએ સામાન્ય નૃત્ય નહોતું કર્યું, પરંતુ ખુશી વ્યક્ત કરતા તેઓએ સ્કેટિંગ પર ડાન્સ કરીને વાતાવરણને રામમય કરી દીધું હતું.
4 થી 5 વર્ષના ભુલકા હાથમાં ધનુષ્ય અને તીર લઈ અને પગમાં સ્કેટ પહેરીને ભગવાન રામના ગીત પર નાચતા જોવા મળ્યા હતા. આટલી નાની ઉંમરમાં ડાન્સ કરવો ચોક્કસપણે મુશ્કેલ છે, પરંતુ આવી સ્થિતિમાં જ્યારે સ્કેટિંગ પર ડાન્સ કરવો હોય ત્યારે તે વધુ મુશ્કેલ બની જાય છે. પરંતુ દ્રઢ નિશ્ચય અને સખત પ્રેક્ટિસ બાદ આ બાળકો આટલું મુશ્કેલ નૃત્ય સરળતાથી કરી રહ્યા હતા. નાના રામ ભક્તોના ચહેરા પર ભગવાન રામ પ્રત્યેની શ્રદ્ધા સ્પષ્ટ દેખાતી હતી.