આજે તાપીમાં દસમાં વિશ્વ યોગ દિવસ ની 20 હજાર લોકોએ એકસાથે ઉજવણી કરી... - International Day of Yoga 2024
Published : Jun 21, 2024, 12:25 PM IST
તાપી: જે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે, શરીરને સ્વસ્થ્ય અને નિરોગી રાખવા માટે પ્રાચીનકાળથી યોગ એક કારગત નીવડ્યું છે, અને આજે દુનિયાભરમાં દસમા યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.
યોગ દિનની ઉજવણી: દેશ દુનિયામાં આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, યોગનું મહત્વ સમજાવવા માટે અને શરીર માટે તે કેટલું લાભદાયી છે, તે લોકોને સમજવવા માટે યોગ દિવસની ઉજવણી છેલ્લા દસ વર્ષથી વિશ્વભરમાં થઈ રહી છે. આ દરમિયાન તાપી જિલ્લામાં પણ યોગ દિનની ઉજવણી વિવિધ સ્થળો પર કરાઈ રહી છે, જેમાં જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યાઓ પર એક સાથે યોગ કર્યા હતા, આજનો જિલ્લાકક્ષાનો યોગ કાર્યક્રમ વ્યારા ખાતે આદિજાતિ બાબતોના મંત્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં કરાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, શાળા કોલેજના બાળકો અને યોગ પ્રેમીઓએ એકસાથે મોટી સંખ્યામાં ભેગા મળી યોગ ટ્રેનરોની ઉપસ્થિતિમાં યોગ કર્યા હતા. આ યોગ કાર્યક્રમમાં તાપી જિલ્લાના રાજ્ય કક્ષાના મંત્રી સાથે જિલ્લાના કલેકટર અને અધિકારી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ ભેર રીતે યોગા કરતા નજરે પડ્યા હતા. સાથે સાથે પોલીસ પણ યોગમાં જોડાઈ હતી.
યોગના ફાયદા: રાજ્ય કક્ષાના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, યોગ કરવાથી આપણે તંદુરસ્ત રહે છે અને આપણું જીવન સુખાકારી બને છે. યોગના કારણે અનેક આપણા શરીરમાં જે રોગ ઘર કરતા હોય એ દૂર થાય છે. જેમાં ખાસ કરીને ડાયાબિટીસ, પેટની બીમારીઓ છે એ પણ દૂર થઈ શકે છે. સાથે સાથે યોગ કરવાથી આપણે ખૂબ શાંતિમય રહી અને તંદુરસ્ત રહી શકીએ છે. ટોટલ 20 હજાર જેટલા લોકો આજે તાપી જલ્લામાં યોગ કરી રહ્યા છે.