ગુજરાત

gujarat

અરે બાપ રે ! સુરતમાં બે બાળકો પર કાર ચડી, જુઓ ઘટનાના CCTV ફૂટેજ - Surat accident

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 9:55 PM IST

સુરતમાં બે બાળકો પર કાર ચડી (ETV Bharat Reporter)

સુરત : માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રોયલ રેસીડેન્સીમાં બે દિવસ પહેલાં સોસાયટીમાં જ બે બાળકો રમી રહ્યા હતા. દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન કારચાલકને સોસાયટીના રસ્તા પર રમી રહેલા બાળકો નજરે ન ચડતાં તેના પર કાર ચડાવી દીધી હતી. બૂમાબૂમ થતાં કારચાલક બહાર નીકળ્યો હતો. કારચાલકે કારના આગળના ભાગેથી બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, જેમાં સફળતા મળી હતી. બીજી તરફ બૂમાબૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી નાના બાળકને બહાર કાઢ્યું હતું. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details