ગુજરાત

gujarat

ETV Bharat / videos

મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાના કામને લઇ એક રેલવેલાઇન બંધ, શાંતિ એક્સપ્રેસ શોર્ટ ટર્મિનેટ - BULLET TRAIN WORK

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 9:08 PM IST

અમદાવાદ : મુંબઈ-અમદાવાદ-સાબરમતી વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન પરિયોજનાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે,.અમદાવાદથી સાબરમતી વચ્ચે સાબરમતી નદી પર બની રહેલા પુલના કામે હવે વેગ પકડ્યો છે. જેને લઇ અમદાવાદ અને સાબરમતી વચ્ચેની રેલવેની એક લાઇન હંગામી ધોરણે બંધ રહેશે. જેના કારણે ટ્રેન નંબર 19309/19310 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે અને ટ્રેન નંબર 09276/09275 ગાંધીનગર કેપિટલ-આણંદ મેમુ સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે. જેની વિગતો નીચે મુજબ છે.

• ટ્રેન નંબર 19310 ઈન્દોર-ગાંધીનગર કેપિટલ શાંતિ એક્સપ્રેસ 14 એપ્રિલ 2024થી આગળની સૂચના સુધી અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને અમદાવાદ-ગાંધીનગર કેપિટલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 19309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ 15 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી ગાંધીનગર કેપિટલની જગ્યાએ અમદાવાદથી ઉપડશે અને ગાંધીનગર કેપિટલ - અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

• ટ્રેન નંબર 09275 આણંદ-ગાંધીનગર કેપિટલ મેમુ સ્પેશિયલ 4 એપ્રિલ 2024 થી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે રદ રહેશે.

• ટ્રેન નંબર 09276 ગાંધીનગર કેપિટલ-આણંદ મેમુ સ્પેશિયલ 5 એપ્રિલ 2024થી આગળની સૂચના સુધી સંપૂર્ણપણે રદ રહેશે.

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

  1. Bullet Train: 'અર્લી અર્થક્વેક ડીટેક્શન સીસ્ટમ' માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 28 સિસ્મોમીટર્સ લગાડાશે
  2. દેશના પ્રથમ બુલેટ ટ્રેનના મોર્ડન રેલવે સ્ટેશન સાબરમતીનો પ્રથમ વીડિયો જાહેર થયો

ABOUT THE AUTHOR

...view details